બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે.ત્યારે દેશમાં અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ખૂબ જ ઓછી કિંમતે સોનું ખરીદવાની આ એક સુવર્ણ તક છે.
Goodreturns વેબસાઈટ પ્રમાણે સોનાની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે બજાર ખુલતા પહેલા સોનાની કિંમત 46,990 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. આ પછી સોનાની કિંમતમાં 1290 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ઘટાડો જોવા મળ્યો હતો.
ગુરુવારે પણ બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ રૂ.10નો ઘટાડો થયો છે. આ પછી બુલિયન માર્કેટમાં સોનું 46,620 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
સોનું રેકોર્ડ કિંમતથી રૂ. 8,000 સસ્તું થયું છે
ગયા વર્ષે ઓગસ્ટમાં બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 55,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સર્વકાલીન ઊંચા દરે પહોંચી હતી.જો તમે ઓગસ્ટ, 2020 ના સોનાના ભાવને આજના ભાવ સાથે સરખાવો તો સોનું 8,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામથી વધુ સસ્તું થઈ ગયું છે.
Read More
- ટોયોટા ફોર્ચ્યુનરની કિંમત આટલી ઊંચી હોવા છતાં લોકો ખરીદવા માટે પાગલ છે? વેચાણમાં સતત વધારો
- 7 દિવસમાં 3710 રૂપિયા સસ્તું થયું સોનું, હવે સામાન્ય માણસ આટલા રૂપિયામાં 10 ગ્રામ ખરીદી શકશે.
- 29 કરોડમાં પંત વેચાયો,તો KLએ IPL 2025ની હરાજીમાં 20 કરોડ લીધા, CSK-KKR કે LSG નહીં, પણ આ ફ્રેન્ચાઈઝીએ તિજોરી લૂંટાવી
- ગોંડલ યાર્ડમાં લાલચટક મરચાંનો એક મણનો રેકોર્ડબ્રેક ભાવ રૂ. 23,113 બોલાયો
- દુબઇ,ઓમાન, UAE, કતાર અને સિંગાપોર કરતાં ભારતમાં સોનું સસ્તું છે… જાણો સોનાના નવા ભાવ