ભીષણ ગરમીનો અંત આવ્યો છે! ધરતીવાસીઓની નજર હવે આકાશ પર છે, કારણ કે ચોમાસાની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક આપશે. દક્ષિણ ગુજરાતથી શરૂ થનારી આ વરસાદી ઋતુ ખેડૂતોના ચહેરા પર આશાનું સ્મિત લાવશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ચોમાસું સૌપ્રથમ 13 જૂનથી દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરશે. ત્યારબાદ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી સ્થિતિ જોવા મળશે. 15 થી 18 જૂન સુધી વરસાદી ગતિવિધિઓ વધશે, 16 અને 17 જૂને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે.
ચોમાસું સૌપ્રથમ 13 જૂનથી દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી સ્થિતિ જોવા મળશે. ૧૫ થી ૧૮ જૂન દરમિયાન વરસાદની ગતિવિધિ વધશે. ૧૬ અને ૧૭ જૂને વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે ૧૬ થી ૨૪ જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જોકે, અમદાવાદમાં હાલ હવામાન શુષ્ક રહેશે. ૧૪ જૂને સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવમાં વાવાઝોડાની શક્યતા છે.