રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં કહ્યું છે કે દેશના દરેક રેલ્વે યાત્રીને મુસાફરીની ટિકિટ પર 46 ટકા સબસિડી આપવામાં આવે છે. રેલવે મંત્રાલય દર વર્ષે યાત્રીઓ માટે સબસિડી પર 56,993 કરોડ રૂપિયા ખર્ચે છે.
શું તમે જાણો છો કે ભારતીય રેલ્વે હેઠળ ચાલતી ટ્રેનોમાં ટિકિટના ભાવ સબસિડી હેઠળ નક્કી કરવામાં આવે છે? રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, દેશના દરેક રેલ્વે યાત્રીને એક ટિકિટ પર 46 ટકા સબસિડી આપવામાં આવે છે.
બુધવારે સંસદમાં આપેલા તેમના નિવેદનમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતીય રેલ્વે તમામ પેસેન્જર કેટેગરીમાં દર વર્ષે 56,993 કરોડ રૂપિયાની સબસિડી આપે છે. આ સબસિડી દરેક ટિકિટ પર 46 ટકા ડિસ્કાઉન્ટ આપે છે.
લોકસભામાં વિવિધ શ્રેણીઓ માટે પેસેન્જર કન્સેશન પુનઃસ્થાપિત કરવા અંગેના પ્રશ્નના જવાબમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મુસાફરો માત્ર રૂ. 54 ચૂકવે છે, જ્યારે ટિકિટની વાસ્તવિક કિંમત રૂ. 100 છે.
તાજેતરમાં ભારતીય રેલવેએ તેના એડવાન્સ ટ્રેન ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. 1 નવેમ્બર, 2024 થી, એડવાન્સ ટ્રેન ટિકિટ બુકિંગ વિન્ડોને મુસાફરીની તારીખના 60 દિવસ પહેલા વધારી દેવામાં આવી છે, જે પહેલા 120 દિવસ હતી. એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો 120થી ઘટાડીને 60 દિવસ કરવાનો હેતુ ટ્રેન કેન્સલ થવાને કારણે મુસાફરોને પડતી અસુવિધા ઘટાડવાનો છે.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં 1905ના ભારતીય રેલવે બોર્ડ એક્ટને 1989ના રેલવે અધિનિયમ સાથે એકીકૃત કરવાની જોગવાઈ સાથે એક બિલ રજૂ કર્યું હતું. સરકારનું કહેવું છે કે તેના પસાર થવાથી રેલવેની ક્ષમતામાં વધારો થશે.