આજકાલ પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લીધે ભારતીય માર્કેટમાં સીએનજી કારની ઘણી માંગ વધી છે.ત્યારે કાર ઉત્પાદકો સીએનજી સાથે તેમના કાર વેરિએન્ટ બજારમાં લોન્ચ કરે છે.ત્યારે સીએનજી પેટ્રોલ અને ડીઝલ કરતા ઘણા સસ્તા ભાવે મળે છે.ત્યારે આવી સ્થિતિમાં સી.એન.જી. કાર ખરીદવાનું વિચારી રહ્યા છો કઈ કાર કેટલા રૂપિયા અને કેટલઈ માઇલેજ આપે છે તે માટે ઉપલબ્ધ છે.
સીએનજી કારની વાત કરવામાં આવે તો મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઇનું નામ ટોચ પર આવે છે.ત્યારે મારુતિ સુઝુકી અલ્ટો, મારુતિ સુઝુકી વેગનઆર અને હ્યુન્ડાઇ સેન્ટ્રો આવી ત્રણ કાર માર્કેટમાં મળે છે જે ઘણા વર્ષોથી તેમના સેગમેન્ટમાં લોકપ્રિય કાર છે. આ કારો દ્વારા તમને વધુ સારી માઇલેજ મળે છે ત્યારે તમારા બજેટ પર પણ ફિટ થઈ શકે છે કારણ કે આ ત્રણેય કાર રૂ .6 લાખથી ઓછામાં મળે છે.
મારુતિ વેગનઆર વધુ સારા માઇલેજ સીએનજી એલએક્સઆઈ વેરિએન્ટ આપે છે. ત્યારે કંપનીના જણાવ્યા પ્રમાણે આ કાર એક કિલો સીએનજી પર 32 કિ.મી.ની એવરેજ આપે છે.ત્યારે એન્ટી-બ્રેક સિસ્ટમ અને ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ સાથે આ કાર તમને ડ્રાઇવિંગનો ઉત્તમ અનુભવ અને સુરક્ષા પૂરી પાડે છે.ત્યારે કારની કુલ કિંમત 5,95,849 રૂપિયા છે.
મારુતિ સુઝુકી અલ્ટો સીએનજી
મારુતિ સુઝુકી અલ્ટો સીએનજીની ગણતરી દેશમાં સૌથી વધુ વેચાતી કારમાં થાય છે. અલ્ટો હાલમાં બજારમાં બે મોડલ LXi CNG અને LXi o CNG મળે છે.ત્યારે કારની ઇંધણ ક્ષમતાની વાત કરીએ તો, કારમાં 32 લિટર પેટ્રોલ ટાંકી અને 60 લિટર ક્ષમતાના સીએનજી સિલિન્ડર આપવામાં આવ્યા છે. અલ્ટોમાં AC, હીટર, પાવર સ્ટીયરિંગ અને પાવર વિન્ડો જેવી પ્રીમિયમ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
હ્યુન્ડાઇ સેન્ટ્રો સીએનજી: હ્યુન્ડાઇ સેન્ટ્રો સીએનજી હ્યુન્ડાઇની સૌથી વધુ વેચાતી કારોમાંની એક છે. ત્યારે હ્યુન્ડાઇએ આ કારના બે મોડલ બજારમાં ઉતાર્યા છે ત્યારે તેમાં પહેલા મેગ્ના અને બીજું સ્પોર્ટ્સ મોડેલ છે. બંને મોડલમાં કંપનીએ 30 લિટર પેટ્રોલ ટાંકી અને 60 લિટર સીએનજી સિલિન્ડર આપ્યા છે.ત્યારે હ્યુન્ડાઇ આ બંને કારના માઇલેજ વિશે દાવો કરે છે કે તેઓ એક કિલો સીએનજી પર 30.48 કિમીની માઇલેજ આપે છે. ત્યારે હવે કિંમતની વાત કરીએ તો, સેન્ટ્રો મેગ્નાની પ્રારંભિક કિંમત 5.85 લાખ રૂપિયા છે અને તેના સેન્ટ્રો સ્પોર્ટ્સ મોડલની પ્રારંભિક કિંમત 5.99 લાખ રૂપિયા છે.
મારુતિ સુઝુકી એર્ટિગા સીએનજી: મારુતિ સુઝુકી એર્ટિગાનું માત્ર VXI મોડલ સીએનજીમાં આવે છે. આ 7 સીટર વાહન છે જે મોટા પરિવાર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ત્યારે કંપનીએ તેમાં 60 લિટર ક્ષમતાનું CNG સિલિન્ડર આપ્યું છે. ત્યારે મારુતિ સુઝુકીનો દાવો છે કે આ કાર એક કિલો સીએનજીના વપરાશ પર 26.08 કિમીની માઇલેજ આપે છે. Ertiga CNG ની કિંમતની વાત કરીએ તો તેની શરૂઆતની કિંમત 8.95 લાખ રૂપિયા છે.
જો તમે સીએનજી કાર ખરીદવાનું વિચારી રહ્યા તો પછી તમે મારુતિ સુઝુકી અલ્ટો એસ-સીએનજી ખરીદી શકો છો. ત્યારે 49 હજારના ડાઉન પેમેન્ટ બાદ તમે શકો છો. ત્યારે આ કારની કુલ કિંમત 4,88,631 રૂપિયા છે.ત્યારે તમને જણાવી દઈએ કે કંપનીનો દાવો છે કે આ કાર સીએનજી માં 31.59 કિલોમીટર પ્રતિ કિલો માઇલેજ આપે છે અને આ કાર 796 સીસી એન્જિનથી ચાલે છે જે સીએનજી મોડ પર 40.36bhp પાવર અને 60Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.
Read More
- શું તમે ઠંડીમાં ખૂબ ગરમ ચા અને કોફી પીઓ છો? 1 ભૂલથી પેટ અને આંતરડાનું કેન્સર થશે, જાણો બચવાના ઉપાય
- ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળ્યા, જાણો હવે કેટલામાં વેચાઈ રહ્યું છે ડીઝલ અને પેટ્રોલ, નવા ભાવ ચોંકાવશે
- શું મહિલા નાગા સાધુઓ કપડા વગર રહે છે? તે આ સમયે જ દુનિયાને આપે દર્શન, પછી અદૃશ્ય થઈ જાય
- 2024માં સોનાના ભાવમાં ગજ્જબ વધારો…હવે 2025માં શું થશે? અત્યારથી જ જાણી લો ખતરનાક રહસ્ય
- એલર્ટ! ગંભીર વાવાઝોડાંની દસ્તક; 6 રાજ્યોમાં ભારે વરસાદ, 11માં કોલ્ડવેવર, 8માં ધુમ્મસ, વાંચો IMD અપડેટ