ભારત સહિત સમગ્ર દુનિયામાં ઇલેક્ટ્રિક કારની માંગ ખૂબ ઝડપથી વધી રહી છે. ત્યારે લોકો પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ ઇલેક્ટ્રિક કાર ચલાવવાનું વધારે પસંદ કરી રહ્યા છે. પણ ઇલેક્ટ્રિક કારની કિંમત હજુ પણ ગ્રાહકો માટે એક પડકાર સાબિત થઇ રહી છે.ત્યારે દેશની ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે તેની ઇલેક્ટ્રિક કાર સસ્તા ભાવે લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
ટાટા મોટર્સની સત્તાવાર વેબસાઈટ પ્રમાણે ટાટા ટિગોર ઈલેક્ટ્રિક ભારતમાં 31 ઓગસ્ટના રોજ લોન્ચ થવા જઈ રહી છે. ત્યારે લોન્ચિંગ પહેલા જ લોકોમાં આ કારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે તે ટાટાની સૌથી વધુ વેચાતી કારોમાંની એક છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ કાર ડીલરશીપ સુધી પહોંચવા લાગી છે અને કેટલીક ફીચર ડિટેલ્સ પણ સામે આવી છે, જેમાં એવું બહાર આવ્યું છે કે નવી ટાટા ટિગોર EV એક જ ચાર્જ પર 350 કિમી સુધીની રેન્જ આપી શકે છે.
ટાટા મોટર્સે નવા ટિગોરનો એક ટીઝર વિડીયો લોન્ચ કર્યો છે જેમાં કારનો દેખાવ અને ફીચર્સ જાહેર કરવામાં આવ્યા છે. વીડિયો પ્રમાણે Ziptron EV ટેક્નોલોજીનો ઉપયોગ ટાટા ટિગોર EV માં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક SUV ટાટા નેક્સન EV ની જેમ કરવામાં આવ્યો છે. ત્યારે ઝિપટ્રોન સંચાલિત ઇલેક્ટ્રિક વાહન અંગે, ટાટા મોટર્સ દાવો કરે છે કે તેની બેટરી રેન્જ 250 કિમી છે. હવે નવા પાવરટ્રેનમાં બેટરીની શ્રેણી વધુ સારી રહેવાની ધારણા છે. ટાટા ટિગોર EV ને 10-12 લાખની રેન્જમાં ઓફર કરી શકાય છે.
ટાટાની આ ઇલેક્ટ્રિક કારમાં 55kW ઇલેક્ટ્રિક મોટર અને 26kWh લિથિયમ-આયન બેટરી આપવામાં આવેશે જે 74bhp (55kW) અને 170Nm સુધીનો ટોર્ક જનરેટ કરશે. ત્યારેદાવો કરવામાં આવી રહ્યો છે કે માત્ર 5.9 સેકન્ડમાં તે 60kmph ની સ્પીડ લઇ શકે છે. ટાટા મોટર્સ આ કાર પર 8 વર્ષની બેટરી લાઇફ અને 1,60,000 કિમી સુધીની ગેરેન્ટી આપશે. ઝડપી ચાર્જિંગ પોઇન્ટ પર, તેની બેટરી માત્ર એક કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. ત્યારે ઘરે ચાર્જ કરવામાં 8.5 કલાક લાગશે. ત્યારે તમને જણાવી દઈએ કે ટાટા મોટર્સની Nexon EV હાલમાં ભારતમાં ઘણું વેચાય છે અને તમે તેને એક જ ચાર્જમાં 312 કિલોમીટર સુધી ચલાવી શકો છો.
ટાટા મોટર્સનો આ દાવો માસ્ટરસ્ટ્રોકથી ઓછો નથી.આ માત્ર ટાટાના વેચાણમાં વધારો કરશે, પણ અન્ય ઓટોમેકર્સને પણ તેમની ઇલેક્ટ્રિક કારની કિંમતો ઘટાડવાની ફરજ પડશે.ત્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટાટાની ઇલેક્ટ્રિક કાર લોન્ચ થતાની સાથે જ ઘણી કંપનીઓ નવી ઇલેક્ટ્રિક કાર સસ્તા ભાવે લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ગ્રાહકોને જ આનો લાભ મળશે.
Read More
- બજરંગ બલિની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે, ઘર ધનથી ભરાઈ જશે…
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…