રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. પવનની દિશા સતત બદલાઈ રહી છે જેના કારણે મહત્તમ તાપમાનમાં વધઘટ થઈ રહી છે. પરંતુ ફરી એકવાર ગુજરાતમાં હવામાન બદલાશે અને હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની હીટવેવની આગાહીને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
હવામાન વિભાગના ડિરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. પરંતુ મહારાષ્ટ્ર પર એક ટ્રફ સક્રિય થઈ રહ્યો છે, જેના કારણે 31 માર્ચથી 2 એપ્રિલ સુધી ગુજરાતમાં હવામાન બદલાશે. ઉપરાંત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 માર્ચે નર્મદા, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
1 એપ્રિલે વાવાઝોડાની ગતિવિધિઓ થશે. જેના કારણે 40 કિમીની ઝડપે ગાજવીજ અને પવન ફૂંકાશે. જેના કારણે સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ગીર સોમનાથ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા.
2જી એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીરનાથમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.