કોરોનાથી અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનનાં મોતનાં સમાચાર બનાવટી હોવાનું બહાર આવ્યું છે. તેની પુષ્ટિ એઈમ્સ દ્વારા કરવામાં આવી છે. શુક્રવારે બપોરે એક અફવા થઈ કે છોટા રાજનનું મોત કોરોનાથી થયું છે. પણ હવે એઇમ્સ દ્વારા તેનો ઇનકાર કરવામાં આવ્યો છે. એઈમ્સ ટ્રોમા સેન્ટરના વડા ડો.રાજેશ મલ્હોત્રાએ કહ્યું છે કે છોટા રાજન જીવિત છે અને તેમના મૃત્યુના સમાચાર બનાવટી છે.
ડોન છોટા રાજન હાલમાં કોરોનાથી સંક્રમિત છે. ગયા અઠવાડિયે તેમને સારવાર માટે દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારે ગત સોમવારે, તિહારના સહાયક જેલરે સેશન્સ કોર્ટને જણાવ્યું હતું કે છોટા રાજન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસની સુનાવણીમાં હાજરી આપી શકશે નહીં, કારણ કે કોરોનામાં ચેપ લાગ્યો છે.
Read More
- સીપી રાધાકૃષ્ણન કેટલા ભણેલા ગણેલા છે? એનડીએએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવ્યા છે?
- સાચવજો: વાવાઝોડાની જેમ સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશીને કેતુ સાથે ટકરાયો! 30 દિવસ 3 રાશિઓ પર ખુબ ભારે
- ‘તમારા ઘરના બાળકોને સંસ્કાર આપો’, મુકેશ ખન્નાએ સોનાક્ષી સિંહા વિશે જાહેરમાં આ શું કહી દીધું?
- સસ્તામાં પણ સસ્તું… ફાસ્ટેગ સસ્તો થયો! NHAI ની મોટી ભેટ… વાહન માલિકો ખુશ થયા
- ન તો અદાણી, ન તો અંબાણી! આ વ્યક્તિએ ખરીદી દેશની સૌથી મોંઘી નંબર પ્લેટ, કિંમત જાણીને ચોંકી જશો!