ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે. ત્યારે જામનગર અને સુરતમાં નોંધાયા બાદ હવે આ પ્રકાર ગામડાઓમાં પણ પહોંચી ગયો છે. ત્યારે ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ મહેસાણા જિલ્લામાં નોંધાયો છે. ત્યારે 6 દિવસ પહેલા વિજાપુર જિલ્લાના પિલવાઈમાં એક જ ઘરમાં રહેતી વહુનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને લઈને તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બે પૈકી વહુનો કેસ ઓમીકોન પોઝીટીવ હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં ઓમિક્રોનનો આ પાંચમો કેસ છે. અગાઉ જામનગરમાં ત્રણ અને સુરતમાં ઓમિક્રોનમાં એક કેસ નોંધાયો હતો.
પિલવાઈ ગામમાં રહેતી 43 વર્ષીય મહિલાના પતિના અવસાન બાદ ઘણા લોકો શોકસભામાં આવ્યા હતા ત્યારે તેમાં સાસુ અને પુત્રવધૂમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા અને તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં બંનેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ જિલ્લા આરોગ્ય તંત્રએ તેમને ક્વોરેન્ટાઈન કર્યા હતા.
ઓમિક્રોન પોઝિટિવ મહિલાનો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ત્યારે મહિલાના સ-બંધીઓ આ પ્રસંગે ઝિમ્બાબ્વેના પરિવારના એક સભ્યને મળ્યા હતા. ઝિમ્બાબ્વેથી આવેલા સ-બંધીઓના ત્રણ રિપોર્ટ પછી પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
Read More
- રાજકોટમાં બનશે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ:અહીં વૃદ્ધોને મળશે ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધા
- અમેરિકામાં ગૌતમ અદાણી પર ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેરમાં કડાકો , બજાર પણ લાલચોળ
- સસ્તામાં મોંઘી વસ્તુઓનો આનંદ લો, 50 લાખ રૂપિયાની આ કાર માત્ર 7.5 લાખ રૂપિયામાં ઘરે આવશે, ડાઉન પેમેન્ટ પણ શૂન્ય થશે.
- લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં કડાકો..જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
- વર્ષનું છેલ્લું ગુરુ પુષ્ય યોગ આજે, હવે આ 5 રાશિઓનો શુભ તબક્કો શરૂ થશે, તમને મહેનતનો બમણો લાભ મળશે.