જે રોકાણકારો જોખમ-મુક્ત રોકાણની શોધમાં છે તો તેમના માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) વધુ સારો વિકલ્પ બની શકે છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા હાલમાં ઘણી FD સ્કીમ ચલાવી રહી છે. SBIની વિશેષ FD સ્કીમ અમૃત કલશ આ મહિને 30મી સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહી છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 7.60% અને સામાન્ય ગ્રાહકોને 7.10% વ્યાજ આપવામાં આવે છે. આ યોજના સૌપ્રથમ 12 એપ્રિલ 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે.
અમૃત કલશ યોજનાની સમયમર્યાદા લંબાવવામાં ન આવે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તાજેતરમાં SBIએ બીજી એક ખાસ FD સ્કીમ શરૂ કરી છે. આ 444 દિવસનો પ્લાન છે. તેનું નામ છે ‘અમૃત દૃષ્ટિ’ (SBI અમૃત દૃષ્ટિ FD). જેમાં રોકાણકારોને મજબૂત વળતર મળી રહ્યું છે. આ યોજના 15 જુલાઈ, 2024 ના રોજ શરૂ થઈ છે.
‘અમૃત દ્રષ્ટિ’માં કેટલું વળતર મળી રહ્યું છે
SBIની ‘અમૃત દ્રષ્ટિ’ FD સ્કીમમાં, રોકાણકારોને વાર્ષિક 7.25 ટકાના દરે વળતર મળશે. જો વરિષ્ઠ નાગરિકો આ FD સ્કીમમાં રોકાણ કરવા માગે છે, તો તેમને 7.75 ટકા વળતર આપવામાં આવશે. SBI અમૃત દ્રષ્ટિ FDમાં 31 માર્ચ, 2025 સુધી રોકાણ કરી શકાય છે.
તમે ઘરે બેઠા અમૃત વૃષ્ટિ યોજનામાં પૈસા રોકી શકો છો
ખાસ વાત એ છે કે તમે SBI અમૃત દ્રષ્ટિ એફડીમાં ઘરે બેઠા પણ રોકાણ કરી શકો છો, એટલે કે તમારે બ્રાન્ચમાં જવાની પણ જરૂર નથી. તમે આ FD નેટ બેંકિંગ અને SBI YONO એપ દ્વારા ખરીદી શકો છો. તમારી પાસે બેંક શાખામાં જઈને પણ આ વિશેષ એફડીમાં પૈસા રોકાણ કરવાનો વિકલ્પ છે.