વેટિકન સિટી, વિશ્વનો સૌથી નાનો દેશ, ઇટાલીની રાજધાની રોમ શહેરની અંદર આવેલું છે. રોમન કેથોલિક ચર્ચના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ અહીં રહે છે. વેટિકન સિટી ખૂબ જ સુંદર છે અને તેની સાથે જોડાયેલા ઘણા રસપ્રદ તથ્યો છે.
વિશ્વનો સૌથી નાનો દેશ
વેટિકન સિટી વિશ્વના સૌથી નાના દેશોમાંનો એક છે. લગભગ 100 એકરમાં ફેલાયેલા આ દેશમાં એક હજારથી પણ ઓછા લોકો રહે છે. જ્યારે અહીં દર વર્ષે લાખો લોકો આવે છે.
વેટિકન સિટી આર્મી
દુનિયાના આ નાના દેશની સેના પણ ઘણી નાની છે. તેમાં 150થી ઓછા સૈનિકો છે. આ સૈનિકો પોપની સુરક્ષા માટે જવાબદાર છે. આ યુવાનો પોપના રક્ષણ માટે પોતાનું બલિદાન આપવાના શપથ લે છે.
સ્વિસ ગાર્ડમાં જોડાવાની લાયકાત
સ્વિસ ગાર્ડ એ વિશ્વના સૌથી જૂના લશ્કરી દળોમાંનું એક છે. સ્વિસ ગાર્ડ બનવા માટે કેટલીક આવશ્યક લાયકાત હોવી જરૂરી છે. સ્વિસ ગાર્ડ સ્વિસ અને કેથોલિક હોવા જોઈએ. આ સેનામાં માત્ર પુરુષોની જ ભરતી કરવામાં આવે છે. તેના માટે સિંગલ એટલે કે અપરિણીત હોવું જરૂરી છે. ઉપરાંત, તેમની ઉંમર 19 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઊંચાઈ ઓછામાં ઓછી 5’8″ (174 સે.મી.) હોવી જોઈએ.
મોટો પગાર
વેટિકન સિટી અને પોપનું રક્ષણ કરતી આ સેના ક્યારેય યુદ્ધ લડતી નથી, પરંતુ સ્વિસ ગાર્ડને તગડો પગાર ચોક્કસ મળે છે. આમાં, સૈનિકોનો પગાર દર મહિને €1,500 થી €3,600 (એટલે કે રૂ. 4.5 લાખ) સુધીનો છે.
મહિના 12 પણ પગાર 13 મહિનાનો મળશે
કેટલાક અહેવાલો અનુસાર સ્વિસ ગાર્ડના જવાનોને 13 મહિનાનો પગાર મળે છે. તેમને માત્ર તગડો પગાર જ મળતો નથી, તેમને મોટી સુવિધાઓ પણ મળે છે. જેમ કે ફ્રી હાઉસ, ટેક્સ ફ્રી શોપિંગ સુવિધા, બાળકોની સ્કૂલ ફી, દર વર્ષે 30 દિવસની રજા વગેરે. જો તેમાં તમામ સુવિધાઓ અને વાર્ષિક પગારનો સમાવેશ કરવામાં આવે તો તેઓ અલગ અલગ રીતે 1 કરોડ રૂપિયાની વાર્ષિક આવક મેળવે છે.
શપથ દર વર્ષે લેવામાં આવે છે
આ સ્વિસ ગાર્ડની ભરતી દર વર્ષે 6 મેના રોજ શપથ લે છે અને પોપની સેવા માટે બે વર્ષના કરાર પર હસ્તાક્ષર કરે છે.
નાના હથિયારો અને પરંપરાગત શસ્ત્રો
હેલબર્ડ એ સ્વિસ ગાર્ડ આર્મીનું પરંપરાગત શસ્ત્ર છે, પરંતુ સૈનિકોને તાજેતરમાં રજૂ કરાયેલ સ્ટન ગન સહિત નાના આધુનિક હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવે છે. તેમનો યુનિફોર્મ પણ લીલાને બદલે તદ્દન અલગ અને રંગીન છે. તેમની ટોપી પર એક પીછું પણ છે.