ટાટા મોટર્સનો મોટો ધમાકો : માત્ર 4,111 રૂપિયામાં ઘરે લાવો આ લકઝરીયસ કાર

tata altroz1
tata altroz1

દેશની અગ્રણી વાહન બનાવતી કંપની ટાટા મોટર્સ તેની સસ્તી સેડાન કાર ટાટા ટિગોર પર બમ્પર ડિસ્કાઉન્ટ સાથે સરળ હપ્તા પણ આપી રહી છે.ત્યારે કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે તમે આ કારને ફાઇનાન્સ પર લઇ શકો છો અને દર મહિને માત્ર 4,111 રૂપિયા ચૂકવીને તેને ઘરે લાવી શકો છો.

કાર પર EMI ઓફર કરવા સાથે કંપની ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.ત્યારે ટિગોર તે ટિયાગો, નેક્સન અને હેરિયર જેવી કાર પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. ત્યારે તેમાં કંપની દ્વારા ટાટા ટિયાગો પર 20 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે. તાજેતરમાં લોન્ચ કરાયેલી Tiago NRG સિવાય તમામ વેરિએન્ટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ટિગોરની વાત કરીએ તો તેમાં 20 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે.

આ સિવાય જો આપણે અલ્ટ્રોઝની વાત કરવામાં આવે તો કંપની તેના પર કોઈ ડિસ્કાઉન્ટ આપી રહી નથી. ત્યારે ટાટા નેક્સનના પેટ્રોલ વેરિએન્ટ પર કોઈ છૂટ નથી. નેક્સન ડીઝલની વાત કરીએ, તો ડાર્ક એડિશન મોડલ્સ સિવાય તમામ વેરિએન્ટ પર 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે.

ટાટા નેક્સન EV પર કોઈ કસ ડિસ્કાઉન્ટ નથી પણ તેને XU+ Lux ટ્રીમ પર 15,000 રૂપિયા અને XZ+ ટ્રીમ પર 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે. ત્યારે ઇલેક્ટ્રિક એસયુવીના અન્ય વેરિએન્ટ્સ વિશે વાત કરીએ, તો તેના પર કોઈ ઓફર આપવામાં આવી રહી નથી.

હેરિયર પર મળતા ડિસ્કાઉન્ટની વાત કરીએ તો તેના પર 25,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. ત્યારે તેમાં એક્સઝેડ+, એક્સઝેડએ+ ટ્રીમ, કેમો અને ડાર્ક એડિશન મોડલ્સ સિવાય તમામ વેરિએન્ટ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સિવાય, આ એસયુવી પર 40 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે પરંતુ અપડેટેડ ડાર્ક એડિશન પર માત્ર 25 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Read More