દેશમાં અચાનક એસયુવી કારની માંગ ઝડપથી વધી રહી છે. ત્યારે કિયા, રેનો, હોન્ડા, ફોર્ડ અને હ્યુન્ડાઇએ બજારમાં ઓછા બજેટ એસયુવી લોન્ચ કરી છે. અને આ એસયુવી ખરીદતા પહેલા ગ્રાહકોએ પાવર અને ફીચર્સ સિવાય એક વસ્તુ જોવાનું શરૂ કરી દીધું છે. તે બુટ સ્પેસ છે જે ગ્રાહકો તેમની જરૂરિયાતો પ્રમાણે માંગી રહ્યા છે. એટલા માટે તમારા માટે આવી જ કેટલીક SUV ની માહિતી લાવ્યા છીએ. જેની કિંમત માત્ર 10 લાખ રૂપિયા છે પરંતુ અન્ય એસયુવીની સરખામણીમાં તેમાં બુટ સ્પેસ પૂરતી છે.
કિયા સોનેટ – હ્યુન્ડાઇ પછી દક્ષિણ કોરિયાની બીજી ઓટો ઉત્પાદક કંપની છે જેણે ભારતમાં પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું છે ત્યારબાદ કિયા મોટર્સ દ્વારા કિયા મોટર્સ હ્યુન્ડાઇનો જ એક ભાગ છે. પણ કંપની કિયાની કારોને અલગથી બ્રાન્ડ કરે છે અને વેચે છે.ત્યારે કિયા મોટર્સે ગયા વર્ષે સોનેટ એસયુવી લોન્ચ કરી હતી. જેમાં કંપનીએ 392 લીટરની બુટ સ્પેસ આપી છે. અને તેની કિંમતની વાત કરીએ તો તેના બેઝ વેરિએન્ટની કિંમત 6 લાખ 79 હજાર રૂપિયા અને તેના ટોપ વેરિએન્ટની કિંમત 13 લાખ 19 હજાર રૂપિયા છે.
હ્યુન્ડાઇ વેનુ – હ્યુન્ડાઇ તરફથી તમને આ એસયુવીમાં 350 લિટર બુટ સ્પેસ સાથે મળશે.ત્યારે તેની કિંમતની વાત કરીએ તો તેના બેઝ વેરિએન્ટની કિંમત 6 લાખ 86 હજાર રૂપિયા અને તેના ટોપ વેરિએન્ટની કિંમત 11 લાખ 66 હજાર રૂપિયા છે.
હોન્ડા WR-V-જાપાની ઓટોમેકર કંપની હોન્ડાની WR-V SUV માં કંપનીએ ગ્રાહકની માંગને ધ્યાનમાં રાખીને 363 લિટરની બુટ સ્પેસ આપી છે. ત્યારે આ એસયુવીની કિંમતની વાત કરીએ તો તેના બેઝ વેરિએન્ટની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 8 લાખ 55 હજાર રૂપિયા અને તેના ટોપ વેરિએન્ટની કિંમત 11 લાખ 5 હજાર રૂપિયા થાય છે. રાજ્યોમાં તેની કિંમત થોડી વધારે અથવા ઓછી હોઈ શકે છે.
ફોર્ડ ઇકોસ્પોર્ટ – ફોર્ડે તાજેતરમાં ભારતમાં ઇકોસ્પોર્ટનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. ત્યારે તેમાં તમને 353 લીટર બુટ સ્પેસ મળે છે. તમને જણાવી દઈએ કે આ SUV ના દિલ્હી એક્સ-શોરૂમ બેઝ વેરિએન્ટની કિંમત 7 લાખ 99 હજાર રૂપિયા છે અને તેના ટોપ વેરિએન્ટની કિંમત 11 લાખ 49 હજાર રૂપિયા છે.
રેનો કિગર – રેનોએ આ વર્ષે આ એસયુવી લોન્ચ કરી છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.ત્યારે આ SUV માં કંપનીએ 405 લિટરની બુટ સ્પેસ આપી છે અને તેના બેઝ વેરિએન્ટની દિલ્હી એક્સ-શોરૂમ કિંમત 5 લાખ 45 હજાર રૂપિયા છે. તેના ટોપ વેરિએન્ટની કિંમત 9 લાખ 72 હજાર રૂપિયા છે.
Read more
- પોષ પૂર્ણિમાના દિવસે, આ શુભ સમયે સ્નાન અને દાન કરવાથી ખૂબ પુણ્ય મળશે, જાણો શુભ મુહૂર્તનો સમય
- 30 વર્ષ પછી મકરસંક્રાંતિ પર બની રહ્યો છે આ અદ્ભુત સંયોગ, શનિદેવ આ 4 રાશિઓને બનાવશે ધનવાન
- આજે માં ખોડલના આશીર્વાદથી આ રાશિના જાતકોની કિસ્મત ચમકવા લાગશે..જાણો આજનું રાશિફળ
- લઘુત્તમ પેન્શન રૂ. ૭૫૦૦, સાથે મોંઘવારી ભથ્થું; શું નિર્મલા સીતારમણ બજેટમાં બધાને રાજી-રાજી કરી દેશે?
- 80 કલાક પછી પણ કેલિફોર્નિયાની આગ કેમ કાબુમાં નથી આવી? શું હોલીવુડ બળીને રાખ થઈ જશે?