દેશના ઓટો માર્કેટમાં SUV વાહનોની વધતી જતી માંગને કારણે લગભગ તમામ મોટા ઓટોમેકર્સે આ સેગમેન્ટમાં SUVની લાંબી રેન્જ લોન્ચ કરી છે ત્યારે તેમાં તમને ઓછા બજેટથી લઈને પ્રીમિયમ SUV સુધી મળે છે.ત્યારે તમે પણ આવી જ SUV લેવાનું વિચાર કરી રહ્યા છો તો તમે અહીં દેશની સૌથી વધુ વેચાતી SUV વિશે વાત કરી રહ્યા છીએ જે તમારા ઓછા બજેટમાં પણ ફિટ થઈ શકે છે.
ત્યારે આ હ્યુન્ડાઈ વેન્યુ એસયુવી વિશે વાત કરી રહ્યા છીએ જે ઓક્ટોબર મહિનામાં દેશની સૌથી વધુ વેચાતી એસયુવી બન્યા બાદ તેની કંપની સાથે નંબર વન પોઝીશન પર પહોંચી ગઈ છે.ત્યારે કંપની દ્વારા બહાર પડાયેલ ઓક્ટોબરના વેચાણના આંકડા પ્રમાણે હ્યુન્ડાઈએ ઓક્ટોબરમાં આ SUVના 10,554 યુનિટ્સનું વેચાણ કર્યું છે ત્યારે ગયા વર્ષે ઓક્ટોબરમાં આ વેચાણ માત્ર 8,828 યુનિટ હતું.
ત્યારે તમે પણ આ SUV પસંદ કરી રહ્યા છો અને ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં જાણો તેના ફીચર્સથી લઈને સ્પેસિફિકેશન અને કિંમતથી લઈને માઈલેજ સુધીની સંપૂર્ણ વિગતો.હ્યુન્ડાઈ વેન્યુમાં કંપનીએ 1498 સીસીનું ચાર સિલિન્ડર એન્જિન આપ્યું છે ત્યારે તે પેટ્રોલ અને ડીઝલના ત્રણ વેરિએન્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે.
ત્યારે પહેલું એન્જિન 1.0-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે જે 120 PS પાવર અને 172 Nm પીક ટોર્ક જનરેટ કરે છે, જે 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ IMT અને 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.બીજું એન્જિન 1.2-લિટર ક્ષમતાનું એન્જિન છે જે 83 PS પાવર અને 115 Nm ટોર્ક જનરેટ કરે છે, જે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.
ત્યારે તેનું ત્રીજું એન્જિન 1.5-લિટર ડીઝલ એન્જિન સાથે આવે છે જે 100 PS પાવર અને 240 Nm પીક ટોર્ક જનરેટ કરે છે અને તે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.હ્યુન્ડાઈ વેન્યુમાં આપવામાં આવેલા ફીચર્સ વિશે વાત કરવામાં આવે તો, તેમાં સનરૂફ સાથે બ્લુલિંક કનેક્ટેડ કાર ટેક્નોલોજી, 8.0-ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટો ક્લાઈમેટ કંટ્રોલ, રિયર એસી વેન્ટ્સ, વાયરલેસ મોબાઈલ ચાર્જર, ક્રૂઝ કંટ્રોલ, પુશ બટન-સ્ટાર્ટ-સ્ટોપ જેવા ફીચર્સ છે. .
માઇલેજ વિશે, Hyundai દાવો કરે છે કે આ Venue SUV પેટ્રોલ એન્જિન પર 17 kmpl અને ડીઝલ એન્જિન પર 23.7 kmpl ની માઇલેજ આપે છે. Hyundai Venueની પ્રારંભિક કિંમત 6.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે જે ટોપ મોડલ પર 11.85 લાખ રૂપિયા સુધી જાય છે.
Read More
- બાબા વેંગાની બીજી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, શું દુનિયામાં વિનાશ થવાનો છે?
- સોનું ખરીદવા માટે પૈસા નથી? તો અક્ષય તૃતીયા પર આ પાંચ વસ્તુઓ ઘરે લાવો, દેવી લક્ષ્મી તેમના આશીર્વાદ વરસાવશે
- 4000 રૂપિયા સસ્તા થયા પછી સોનું કેમ મોંઘુ થયું? શું નિષ્ણાતોના દાવા બદલાવા લાગ્યા?
- આજે હનુમાન જયંતિ પર, 57 વર્ષ પછી એક અદ્ભુત સંયોગ બન્યો .. આ ઉપાયથી તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે!
- આગામી 24 કલાક દરમિયાન વાતાવરણમાં પલ્ટો આવશે, ભરઉનાળે કડકા ભડાકા સાથે વરસાદ મચાવશે ધમાલ!