વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી સૌરાષ્ટ્રમાં ફરી વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે આખો દિવસ તાપમાન ઉંચુ રહેશે. ત્યારે સોમવારે સવાર સુધી જળવાઈ રહેશે અને બપોર બાદ વાદળછાયું વાતાવરણ શરૂ થઈ જશે.સાથે મંગળવારે હવામાન બદલાશે અને આ દિવસે માવઠુ રહેવાની શક્યતા છે. ત્યારે વાતાવરણમાં બદલાવના કારણે માવઠું સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલીમાં ત્રાટકે તેવી શક્યતા છે. બુધવારથી વાદળો હટી જશે અને વાતાવરણ સ્વચ્છ થશે. વાતાવરણ ચોખ્ખું થતાં ફરી ઠંડીનો દોર શરૂ થશે.
ત્યારે ખેડૂતોએ પણ ખેતરમાં પાકને થતા નુકસાનને ઓછું કરવા પાકને સુરક્ષિત જગ્યાએ રાખવાની તૈયારી કરી હતી. ત્યારે નવેમ્બરના અંતમાં જ વાતાવરણમાં પલટો આવ્યો હતો.સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફરી એકવાર પલટો જોવા મળશે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે ઠંડીનો અહેસાસ થશે. તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.
શનિવારે લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી હતું. ત્યારે શુક્રવારની સરખામણીએ એક ટકા નીચે રહ્યું હતું. આ સમયે હવામાં ભેજનું પ્રમાણ 80 ટકા અને પવનની ઝડપ 06 કિમી પ્રતિ કલાકની રહી હતી.ત્યરાએ શુક્રવારથી તાપમાનમાં એક ડિગ્રીના ઘટાડા સાથે સવારે ઠંડી વધુ જોવા મળી હતી જ્યારે બપોર બાદ આખો દિવસ ઠંડીનો ચમકારો રહ્યો હતો. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો જ્યારે મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી જાળવવામાં આવ્યું હતું. બપોરે ભેજનું પ્રમાણ 48 ટકા હતું. હવામાન પરિવર્તનની અસરથી યાર્ડને નુકસાન ન થાય તે માટે સૌરાષ્ટ્રમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
Read More
- ભારત પર એક મોટું સંકટ આવી રહ્યું છે! સામાન્ય માણસને થશે સીધી અસર, પોતાને બચાવવાનો એક જ રસ્તો
- કેબ ડ્રાઇવરોને કંપની સાથે નફો શેર નહીં કરવો પડે! સરકારે ઘડ્યો જોરદાર પ્લાન, તમને લાભ કેવી રીતે મળશે?
- કુવૈતમાં 50 હજારનો પગાર ભારતમાં કેટલા રૂપિયા થશે! જાણ્યા પછી તમે માનશો પણ નહીં
- લોરેન્સ બિશ્નોઈ તરફથી મળેલી ધમકીઓ પર સલમાન ખાને પહેલી વાર મૌન તોડ્યું, જાણો શું કહ્યું ભાઈજાને
- સૂર્ય રાહુ ગ્રહણ 5 રાશિઓની ચિંતા વધારશે, 29 માર્ચ પછી ખૂબ સાવધાન રહો