દરરોજ સવારે ખાલી પેટ કિસમિસ ખાવાથી આશ્ચર્યજનક ફાયદો થાય છે ,જાણો લો

kismis
kismis

કિસમિસ એ ખૂબ જ સારો આહાર છે.ત્યારે કિસમિસમાં પ્રોટીન, વિટામિન કે, આયર્ન, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ, ફાયટો કેમિકલ, ફિનોલિક જેવા ઘણા પોષક તત્વો રહેલા હોય છે, જે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે.ત્યારે આપણે દરરોજ સવારે ખાલી પેટ 10 થી 15 કિસમિસ ખાવા જોઈએ. આજે અમે તમને કિસમિસ ખાવાના કેટલાક સારા ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ.

કિસમિસ ખાવાના ફાયદા: –
કિસમિસમાં ઓલિનોલિક એસિડ નામના ફાયટો કેમિકલ રહેલું હોય છે જે આપણા દાંતને પોલાણથી સુરક્ષિત કરે છે અને મોઢામાં જોવા મળતા નુકસાનકારક બેક્ટેરિયાને પણ નાશ કરે છે. અને આ સિવાય કિસમિસમાં મળતું કેલ્શિયમ દાંતનું મીનો મજબૂત બનાવે છે.

કિસમિસમાં જોવા મળતો ફાઇબર આપણને કબજિયાતથી પણ બચાવે છે અને તે ઝાડા- ઉલ્ટીમાં પણ ફાયદાકારક છે. ત્યારે તે પેટ અને આંતરડા સાફ કરે છે અને પાચક શક્તિને મજબૂત બનાવે છે, જેના કારણે આપણું સ્વાસ્થ્ય સારું રહે છે.પોટેશિયમ કિસમિસમાં જોવા મળે છે જે આપણા બ્લડ પ્રેશરને ઘટાડે છે. હૃદય માટે પણ પોટેશિયમ ખૂબ ફાયદાકારક છે. આ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.

કિસમિસમાં ફિનોલિક તત્વો હોય છે, જે એક મજબૂત એન્ટી ઓકિસડન્ટનું કામ કરે છે. આ એન્ટી ઓકિસડન્ટો મુક્ત રેડિકલના હાનિકારક પ્રભાવોને દૂર કરે છે અને કેન્સર અને અન્ય ઘણા ગંભીર રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે.
કિસમિસમાં આયર્ન પણ વધુ હોય છે, જે લોહીની ખોટ દૂર કરે છે. આવા ઘણા તત્વો કિસમિસમાં પણ જોવા મળે છે, જે વાયરલ અને બેક્ટેરિયલ ચેપને દૂર કરે છે અને આપણા શરીરને તાવ અને નબળાઇથી બચાવે છે.

Read more