રેનોએ IAA મ્યુનિચ 2021 માં મેગેન ઇ-ટેક ઇલેક્ટ્રિક SUV લોન્ચ કર્યું છે.ત્યારે રેનો મેગેને 26 વર્ષથી કંપનીની લાઇનઅપમાં છે ત્યારે હવે તેનો ઇલેક્ટ્રિક અવતાર બજારમાં લોન્ચ કરવા માટે તૈયાર કરવામાં આવી છે.ત્યારે તમને જણાવી દઈએ કે મેગેન ઈ-ટેક ઇલેક્ટ્રિક એસયુવી શૂન્ય ઉત્સર્જન ક્રોસ-ઓવર છે. તે CMF-EV મોડ્યુલર ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે.
Megane E-Tech ઇલેક્ટ્રિક SUVની બહારની સુવિધાઓ વિશે વાત કરવામાં આવે તો, ગ્રાહકોને તેમાં 20-ઇંચ વ્હીલ્સ આપવામાં આવશે. ત્યારે ડૈમશન વાત કરીએ તો, આ ઇલેક્ટ્રિક SUV ની લંબાઈ 4.21 મીટર, ઉચાઈ 1.50 મીટર અને તેનું વ્હીલબેઝ 2.7 મીટર છે. આ SUVનું વજન 1,624 કિલો છે. ત્યારે તમને જણાવી દઈએ કે કંપનીએ તેને એરોડાયનેમિક બનાવવા માટે ઘણી મહેનત કરી છે.
ઇલેક્ટ્રિક કારના આગળના ભાગને એરોડાયનેમિક બનાવવામાં આવ્યું છે. ત્યારે કારના આગળના ભાગમાં પાતળી હેડલાઇટથી ઘેરાયેલો મોટો કંપનીનો લોગો પણ જોવા મળશે. ત્યારે આ સાથે કારમાં પ્લાસ્ટિક બોડી ક્લેડીંગ અને ફ્લશ માઉન્ટ ડોર હેન્ડલ્સ અને એરોડાયનેમિકલી ડિઝાઈન કરેલ વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
માહિતી પ્રમાણે એસયુવીના સસ્તા વેરિએન્ટમાં ઇલેક્ટ્રિક મોટર 130 એચપી પાવર અને 250 એનએમ ટોર્ક આપશે ત્યારે મોંઘા વેરિએન્ટમાં 218 એચપી પાવર અને 300 એનએમ ટોર્ક આપશે. EV બે બેટરી ક્ષમતા, 40 kWh અને 60 kWh ના વિકલ્પ સાથે આવશે. આ ઇલેક્ટ્રિક SUV ને અનુક્રમે 300 કિમી અને 470 કિમીની રેન્જ આપશે.
ઇન્ટિયરની વાત કરીએ તો ઓટોમેકરે જણાવ્યું કે EV નું મુખ્ય આકર્ષણ ઓપનઆર સિંગલ સ્ક્રીન છે જે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ અને સેન્ટ્રલ કન્સોલ મલ્ટીમીડિયા સ્ક્રીન સાથે જોડે છે.ત્યારે તે લેટેસ્ટ જનરેશન ક્યુઅલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર, યુએસબી-સી પોર્ટ સાથે અદ્યતન કનેક્ટિવિટી અને ઓનબોર્ડ સિક્યુરિટી અને એડીએએસ માટે ટેકનોલોજીથી સક્ષમ છે. ઓટોમેકરે સીમલેસ અને કનેક્ટેડ ડ્રાઈવર અનુભવ આપવા માટે ગૂગલ તરફથી નવી ઓપનઆર લિંક સિસ્ટમ સજ્જ કરી છે. મેગન ઇ-ટેક ઇલેક્ટ્રિક છ રંગોમાં ઉપલબ્ધ થશે જે રાફેલ ગ્રે, શિસ્ટ ગ્રે, મિડનાઇટ બ્લુ, ફ્લેમ રેડ, ડાયમંડ બ્લેક અને ગ્લેશિયર વ્હાઇટ છે.
Read More
- પિતૃ પક્ષની એકાદશીનો મહાસંયોગ, વૃષભ, કર્ક, કન્યા સહિત આ 3 રાશિઓને મળશે સૌભાગ્ય
- … અને આ 1.15 લાખ પુરા, 10 ગ્રામ = 1.15 લાખ, નવરાત્રિ પહેલાં જ સોનાના ભાવમાં જબ્બર તેજી
- બે વખત કરડનાર કૂતરાને થશે ‘આજીવન કેદ’ની સજા, સરકારે જાહેર કર્યું નવું ફરમાન, લોકોમાં ગંભીર ચર્ચા
- પ્રધાનમંત્રીના પરિવારમાં કેટલા સભ્યો છે અને શું કામ કરે છે? અહીં જુઓ PM મોદીનો પારિવારીક આંબો
- iPhone 17 મોહ-માયા! iPhone 16 Pro પર ભારે ડિસ્કાઉન્ટ, ખરીદવા માટે લોકોની પડાપડી