ભારતીય બુલિયન માર્કેટમાં ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં 251 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારે ચાંદીના ભાવમાં આજે 862 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.
જાણો આજે શું છે સોનાનો ભાવ?
ગુરુવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 251 રૂપિયા વધીને 51,056 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તેના કારણે પાછલા ટ્રેડિંગ સેશનમાં સોનું 50,805 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ત્યારે એ જ રીતે ચાંદીનો ભાવ પણ 862 રૂપિયા વધી 54,934 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો. ચાંદીનો અગાઉનો બંધ ભાવ 54,072 રૂપિયા પ્રતિ કિલો હતો.
HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે જણાવ્યું હતું કે, “કોમેક્સમાં સ્પોટ ગોલ્ડ ગુરુવારે 0.13 ટકા વધીને USD 1,719 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું.” નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.
તમે ઘરે બેઠા BIS કેર એપ દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકો છો. જો સોનાનો લાઇસન્સ નંબર, હોલમાર્ક અથવા રજીસ્ટ્રેશન નંબર ખોટો હોય તો તમે સરકારને સીધી ફરિયાદ કરી શકો છો. ફરિયાદ નોંધાયા બાદ તમને આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેની પણ માહિતી મળશે.
read more…
- ‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું નિધન, 42 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
- શનિદેવના આશીર્વાદથી આ 7 રાશિઓને મળશે બમ્પર લાભ, જાણો તમારું રાશિફળ
- ભગવાન જગન્નાથે કયા ભક્તની 15 દિવસની બીમારી પોતાના પર લીધી? જાણો પૌરાણિક વાર્તા
- મા લક્ષ્મી આ 3 રાશિઓ પર ધનનો વરસાદ કરશે, આજે અટકેલા કામને પણ ગતિ મળશે
- ફુલ ટાંકી પર 686 કિમી ચાલશે,કિંમત માત્ર 77 હજાર રૂપિયા