Toyota India દેશમાં ગ્લાન્ઝાનું CNG વર્ઝન રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. અગાઉ મારુતિ સુઝુકી બલેનો સીએનજી તાજેતરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. આ બંને કાર એકબીજા સાથે મિકેનિકલ અને ફીચર્સ શેર કરે છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે 2022 Toyota Glanza CNGનું બિનસત્તાવાર બુકિંગ શરૂ થઈ ગયું છે. કેટલાક ડીલરશિપે તેમના સ્તરે તેનું બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે. દેશમાં ટોયોટાનું આ પ્રથમ CNG મોડલ હશે.
મારુતિ સુઝુકી તેની CNG કારને S-CNG કહે છે. ત્યારે, તેને ટોયોટાનું ઇ-સીએનજી મોડલ કહી શકાય. ટોયોટા ગ્લેન્ઝા ભારતમાં જાપાની કાર નિર્માતા કંપનીની પ્રથમ CNG સંચાલિત કાર હશે. થોડા અઠવાડિયા પહેલા, આગામી Toyota Glanza CNG ના સ્પેસિફિકેશન્સ અને વેરિઅન્ટ્સ પણ લીક થયા હતા, જે મુજબ તેને સ્ટાર્ટ/સ્ટોપ સિસ્ટમ સાથે 1.2-લિટર K-સિરીઝ ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT પેટ્રોલ એન્જિન મળશે.
લીક થયેલી માહિતી મુજબ, આ એન્જિન પેટ્રોલ પર 88.5 bhp પાવર અને CNG પર 77 bhp પાવર જનરેટ કરશે. એન્જીન માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું હશે અને લગભગ 30 કિમી/કિલો CNGની માઈલેજ આપી શકે છે. Toyota Glanza CNG ત્રણ વેરિઅન્ટમાં ઓફર કરી શકાય છે – S, G અને V.
એવી અપેક્ષા છે કે કંપની ટૂંક સમયમાં આ પ્રીમિયમ હેચબેકના CNG વર્ઝનની કિંમતો જાહેર કરશે. હાલમાં, Toyota Glanzaના પેટ્રોલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 6.59 લાખ રૂપિયાથી 9.99 રૂપિયાની વચ્ચે છે. તે Maruti Suzuki Baleno, Tata Altroz અને Hyundai i20 જેવી કાર સાથે સ્પર્ધા કરે છે. તેના CNG વેરિઅન્ટની કિંમત પેટ્રોલ વેરિઅન્ટ કરતાં 50 થી 70 હજાર રૂપિયા વધુ હોઈ શકે છે.
read more…
- મોદી સરકારે રદ કર્યા 6 કરોડ રેશનકાર્ડ , શું તમારું પણ યાદીમાં નામ નથી ને ?
- ICC રેન્કિંગઃ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડના આ સ્ટારને પછાડી વિશ્વ નંબર-1 બન્યો
- 1 લાખ રૂપિયા ચૂકવો અને ઘરે લાવો આ મારુતિ કાર જે 34 કિમીથી વધુ માઈલેજ આપે છે, EMI માત્ર આટલું જ છે
- આ 3 રાશિઓ માટે શનિ-રાહુનો સંયોગ છે ખતરો! પિશાચ યોગના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડશે
- સોનું મોંઘુ થયું, 24 અને 22 કેરેટ સોનાનો ભાવ