ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગની ગણતરી અત્યાર સુધીના સૌથી ખતરનાક બેટ્સમેનોમાં થાય છે. મેદાન પર હંમેશા જોખમ લેનાર આ બેટ્સમેન ઘણીવાર કોચ અને સિનિયર ખેલાડીઓ સાથે સાવધાનીથી રમવા અંગે ચર્ચા કરતો હતો. એકવાર ભારતીય ટીમના કોચ જોખમ લેવાની તેમની આદતથી એટલા ગુસ્સે થયા કે તેમણે તેમને માર માર્યો. મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ડ્રેસિંગ રૂમમાં આ જોયું પરંતુ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવેલા તમામ વિસ્ફોટક બેટ્સમેનોમાં વીરેન્દ્ર સેહવાગને સૌથી આક્રમક માનવામાં આવે છે. પ્રથમ બોલે જ બોલરોને બરબાદ કરનાર આ ભારતીય ઓપનરે ક્યારેય કોઈનું સાંભળ્યું નહીં. તેણે રમતી વખતે પોતાના આદર્શ સચિન તેંડુલકરની સલાહ પણ ન લીધી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક કિસ્સો સંભળાવતા કહ્યું હતું કે સેહવાગની જોખમ લેવાની અને કોઈની વાત ન સાંભળવાની આદતને કારણે ટીમના ભૂતપૂર્વ કોચ જોન રાઈટ એક સમયે ગુસ્સે થયા હતા.
મને એજબાસ્ટરમાં શ્રીલંકા સામેની મેચ યાદ છે. અમારી સામે 210 રનનો નાનો ટાર્ગેટ હતો. વીરેન્દ્ર સેહવાગે ઘણા શોટ ફટકાર્યા અને અમે તે મેચ જીતી લીધી. મેચ પૂરી થયા બાદ જ્યારે હું બધાને અભિનંદન આપવા ડ્રેસિંગ રૂમમાં ગયો તો ત્યાં સંપૂર્ણ મૌન હતું. હું અનિલ કુંબલે પાસે ગયો અને પૂછ્યું કે શું થયું. તેણે મને બહાર લાવીને કહ્યું, જોન રાઈટે વીરેન્દ્ર સેહવાગને મુક્કો માર્યો છે. ગાંગુલીએ વધુમાં કહ્યું કે, મેં અનિલને પૂછ્યું કે મુક્કો મારવાનો મતલબ મજાકમાં થયો કે હકિકતમાં.
તેના જવાબમાં અનિલ કુંબલેએ કહ્યું, વીરેન્દ્ર સેહવાગ ડ્રેસિંગ રૂમમાં આવ્યો અને જોન રાઈટે તેને કોલર પકડીને ખૂણામાં ધક્કો માર્યો અને પછી જોરથી મુક્કો માર્યો. હવે તમે ફરીથી ભારત માટે નહીં રમી શકો, કારણ કે તમે મારેલા એક શોટને કારણે ભારત હારી શક્યું હોત. ગાંગુલીએ કહ્યું, હું જ્હોન રાઈટ પાસે ગયો અને તેને પૂછ્યું કે શું તમે સેહવાગને મુક્કો માર્યો હતો. જવાબ હા, મેં માર્યો. મેં પૂછ્યું કે શું સેહવાગે તમને વળતો પ્રહાર કર્યો… જવાબ ના હતો.
બધા ખેલાડીઓ ટીમ બસમાં આવ્યા અને સેહવાગ સૌથી છેલ્લે ચઢ્યો. મેં તેને બોલાવીને મારી પાસે બેસાડ્યો. તેને પૂછ્યું, જોન રાઈટે તને મુક્કો માર્યો હતો? આના પર સેહવાગે કહ્યું, જવા દો દાદા, આવું થતું રહે છે, મેં બહુ ખરાબ શોટ રમ્યો. તે ગુસ્સામાં હતો અને મને મુક્કો માર્યો, પછી અમે હાથ મિલાવ્યા.
આ પછી જ્યારે હું હોટેલ પરત ફર્યો ત્યારે હું સચિન તેંડુલકરને મળ્યો. તેને પૂછ્યું કે, શું તમે જ્હોન રાઈટ દ્વારા સેહવાગને મુક્કો મારવાની વાત સાંભળી છે? આના પર જવાબ આવ્યો. અરે હા, જ્યારે જ્હોને સેહવાગને મુક્કો માર્યો ત્યારે હું તે સમયે ખૂણામાં ઊભો નહોતો. ચા પી રહ્યો હતો.