ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ ચાહકો હવે બોલિંગમાં પણ તેમની પાસેથી આવા જ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે. જોકે, એજબેસ્ટનની પીચ પર સ્પિન બોલરોને ઓછી મદદ મળે છે. રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ઇનિંગમાં 89 રન બનાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો હતો. અત્યાર સુધી વિશ્વનો કોઈ પણ ખેલાડી WTC માં આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી.
રવિન્દ્ર જાડેજાએ ઇતિહાસ રચ્યો
લીડ્સ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા બેટ અને બોલ બંનેથી કંઈ ખાસ કરી શક્યો નહીં. જે બાદ ઘણી અટકળો ચાલી રહી હતી કે જાડેજાને હવે ટીમમાંથી બહાર કરી દેવામાં આવી શકે છે, પરંતુ પસંદગીકારો અને કોચે ફરી એકવાર આ ખેલાડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો. હવે જાડેજા વિશ્વ ક્રિકેટ કક્ષાએ ૨૦૦૦ રન બનાવવાની સાથે ૧૦૦ વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી કોઈ પણ WTC માં આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી શક્યું નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં, જાડેજાએ હવે બેટિંગ કરતી વખતે 2010 રન અને બોલિંગ કરતી વખતે 132 વિકેટ લીધી છે.
જાડેજા અને ગિલ વચ્ચે 203 રનની ભાગીદારી થઈ
એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ 211 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, રવિન્દ્ર જાડેજાએ શુભમન ગિલ સાથે મળીને માત્ર ઇનિંગ્સ સંભાળી નહીં પરંતુ મોટા સ્કોરનો પાયો પણ નાખ્યો. આ બંને બેટ્સમેન વચ્ચે 203 રનની ભાગીદારી થઈ. પ્રથમ ઇનિંગમાં કેપ્ટન શુભમન ગિલ 269 રન બનાવીને આઉટ થયો હતો. જેના કારણે ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 587 રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગમાં, જાડેજા ૧૧ રનથી પોતાની સદી ચૂકી ગયો.
ભારતને 3 સફળતા મળી છે
બોલિંગમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ સારી રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં બીજા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડને 3 મોટા ઝટકા આપ્યા હતા. હાલમાં ઇંગ્લેન્ડનો સ્કોર 3 વિકેટના નુકસાને 77 રન છે. જો રૂટ ૧૮ અને હેરી બ્રુક ૩૧ રન બનાવીને અણનમ છે. બીજા દિવસે આકાશ દીપ સૌથી વધુ ૨ વિકેટ લઈ શક્યો.