રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીમાંથી આવતી એક મજબૂત સિસ્ટમને કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી સ્થિતિ જોવા મળી રહી છે. કચ્છ, અમરેલી, અંબાજીમાં વરસાદ ઓછો થયો છે. પરંતુ અંબાલાલ પટેલે એવી પણ આગાહી વ્યક્ત કરી છે કે આગામી સમયમાં વરસાદની તીવ્રતા વધશે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાંથી એક મોટી સિસ્ટમ આવી રહી છે. આ ઉપરાંત, કેટલાક ઉપરી હવાના પરિભ્રમણ અને ઘણા દરિયાઈ પરિબળોને કારણે, આ વખતે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવશે. 15મી તારીખે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
૧૬ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વ્યાપક વરસાદની શક્યતા છે. ત્યારબાદ ૭ ઓગસ્ટ સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ૧૨ ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, દ્વારકા, પોરબંદરના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
તેમણે કહ્યું કે મહિસાગર, સાબરકાંઠા, પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ૨૭ ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં પૂરની શક્યતા છે.